વાવ થરાદ જીલ્લાના વાવ તાલુકાના ડેડાવા ગામના મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો:

વાવની મહેક ન્યુઝ નેટવર્ક વેબ વાવ

ડેડાવા મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

વાવ પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીઓને ઝડપી, ચોરાયેલી બાઈક કબજે

વાવ, તા. 6: વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડેડાવા ગામની સીમમાંથી ચોરાયેલી મોટરસાયકલની ચોરીનો ભેદ વાવ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી આશરે રૂ. 74,000 કિંમતની મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલ્કત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા ચાલી રહેલા અભિયાન અંતર્ગત વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ શ્રી એસ.એમ. વારોતરિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ વાવ પોલીસ ટીમે આ સફળ કામગીરી કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ડેડાવા ગામના ફરિયાદીની હીરો HF Deluxe (રજી. નં. GJ-08-EB-9756) મોટરસાયકલ ધનાણા રોડ પર ઝાંપા પાસે પાર્ક કરેલી હતી. અજાણ્યા ઈસમોએ લોક તોડી મોટરસાયકલની ચોરી કરી હતી. આ અંગે વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસના આધારે ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

રીપોર્ટ બાય

વાવની મહેક ન્યુઝ નેટવર્ક વેબ વાવ સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

 

વધુ વાંચો