વાવની મહેક ન્યુઝ નેટવર્ક વાવ થરાદ
ખારાખોડા રોડ પરથી સ્કોર્પીયોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
થરાદ પોલીસે રૂા. ૧૮.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા
વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરી ચાલી રહી છે.
તે અંતર્ગત વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એસ.એમ. વારોતરીયા સાહેબ તથા થરાદ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.જી. રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ખારાખોડા તરફથી એક બ્લેક કલરની સ્કોર્પીયો S11 Classic ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે.
મળેલ બાતમીના આધારે પોલીસે ખારાખોડા રોડ ઉપર વોચ ગોઠવી સ્કોર્પીયો S11 Classic ગાડી અટકાવી તપાસ કરતા ગાડી ઉપર ખોટી નંબર પ્લેટ GJ-05-JO-0555 લગાવેલી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ગાડીનો સાચો નંબર RJ-12-UA-5486 હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન ગાડીમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલો નંગ-૧૪૧૭ કિ.રૂા. ૩,૮૩,૧૩૨/-નો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત સ્કોર્પીયો ગાડી અને નંબર પ્લેટ સહિત કુલ રૂા. ૧૮,૮૩,૧૩૨/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ:
1. દિનેશકુમાર ઉર્ફે કરશનકુમાર ચેલારામજી રબારી, રહે. લાખણી ધુમડીયા રોડ, તા. બાગોડા
2. સ્વરૂપસિંહ ફુલસિંહ અચળસિંહ રાવણા રાજપુત, રહે. ભાલની વિજળી ઘરની પાસે, તા. બાગોડા
રીપોર્ટ બાય
વાવની મહેક ન્યુઝ નેટવર્ક વાવ થરાદ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583







