વાવની મહેક ન્યુઝ નેટવર્ક વાવ
નવાડીયા ગામે રૂ. 2.88 લાખની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
થરાદ પોલીસ અને એલ.સી.બી. વાવ-થરાદની સંયુક્ત કાર્યવાહીમાં ચાર આરોપીઓ ઝડપાયા, રૂ. 3.58 લાખનો મુદ્દામાલ રિકવર
થરાદ તાલુકાના વાડીયા ગામે ભંગારાના વેપારી પાસેથી રૂ. 2.88 લાખની લૂંટ ચલાવવાના ગંભીર ગુનાનો ભેદ થરાદ પોલીસ અને એલ.સી.બી. વાવ-થરાદે ગણતરીના કલાકોમાં ઉકેલી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટમાં ગયેલી સંપૂર્ણ રોકડ રકમ સહિત કુલ રૂ. 3.58 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.ઈન્સ. એ.પી. ચૌધરી તથા થરાદ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એ.જી. રબારીના નેતૃત્વમાં અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ લૂંટ બાદ ફોન-પે મારફતે કેટલાક મોબાઇલ નંબરો પર નાણાં ટ્રાન્સફર કર્યા હતા. આ ટેક્નિકલ પુરાવા અને બાતમીના આધારે પોલીસે વાડીયા ગામેથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં કિરણભાઈ કરશનભાઈ ચૌહાણ (ઉ.વ. 21), રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ. 18), દેવાભાઈ શાંતિભાઈ ચૌહાણ (ઉ.વ. 25) અને વિક્રમભાઈ શાંતિભાઈ ચૌહાણ (ઉ.વ. 18), તમામ રહે. વાડીયા, તા. થરાદનો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રૂ. 2,88,000ની રોકડ રકમ, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 20,000) તેમજ સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. GJ08CQ3095, કિંમત રૂ. 50,000) મળી કુલ રૂ. 3,58,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે થરાદ પોલીસને સોંપવામાં આવ્યા છે. ગંભીર પ્રકારના લૂંટના ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવતા પોલીસની કામગીરીને પ્રશંસા મળી રહી છે.
રીપોર્ટ બાય
વાવની મહેક ન્યુઝ નેટવર્ક વેબ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583







