વાવની મહેક ન્યુઝ નેટવર્ક વેબ વાવ
ભારે વરસાદ વચ્ચે સરહદ સુધી પાણી પહોંચાડવા GWSSB અને BSFના જવાનોની જહેમત
સુઇગામ તાલુકામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે નડાબેટથી ભારત-પાકિસ્તાન સરહદ તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇન અનેક સ્થળોએ ખેંચાઈ જતાં પાણી પુરવઠો ખોરવાવાની સ્થિતિ સર્જાઈ હતી.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી GWSSBના અધિકારીઓ સાથે દિવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કર્મચારીઓ તેમજ BSFના વીર જવાનોએ સંયુક્ત રીતે તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી હતી. ચાલુ વરસાદ અને ઊંડા પાણી વચ્ચે પણ જોખમની પરવા કર્યા વગર પાઇપલાઇનને ખેંચી લાવી ફરીથી જોડવાની કામગીરી કરવામાં આવી હતી.

જવાનો અને કર્મચારીઓએ સતત મહેનત કરીને સરહદી ચોકીઓ સુધી પીવાના પાણીનો પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. આ કામગીરીથી સરહદ પર ફરજ બજાવતા જવાનોને પીવાના પાણીની સુવિધા સતત મળી રહે તે માટેના પ્રયાસોને વેગ મળ્યો છે.
ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ GWSSB અને BSFના જવાનોની ફરજનિષ્ઠા અને ટીમવર્કની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
રીપોર્ટ બાય
વાવની મહેક ન્યુઝ નેટવર્ક વેબ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો
9974398583







