થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પડેલ અલ્ટો કાર માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ સી બી વાવ થરાદ 

વાવની મહેક ન્યુઝ નેટવર્ક વાવ

તા 20/05/2026

થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પડેલ અલ્ટો કાર માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ સી બી વાવ થરાદ

પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેન્જ બનાસકાંઠા, પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબનાઓએ જીલ્લામાં પ્રોડી/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા શ્રી એ.પી.ચૌધરી પો.ઈન્સ.એલ.સી.બી. વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ.

એલ.સી.બી.વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં આવેલ ડોસ્ટેલોની આગળની ખુલ્લી જગ્યામાં પડેલ અલ્ટો ગાડી નંબર GJOGEH૩૩૨૭માં જોરાભાઈ સ/ઓ ગમનાભાઈ ઉર્ફ વિરભાણભાઈ રબારી રહે.ચાતરા તા.ભાભર ડાલ રહે.વજેગઢ તા.થરાદવાળો દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે ડકીકત આધારે રેઈડ કરી ડકીકતવાળી જગ્યાએથી ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશીની દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો/બિયર ટીન નંગ- ૧૦૯૪, જેની કુલ કિ.રૂા.૩, ૧૯, ૮૬૦/- તથા અલ્ટો ગાડી કિં.રૂા.૧, ૦૦, ૦૦૦/- સહિત કુલ કિં.રૂા.૪,૧૯,૮૬૦/- મુદ્દામાલ મળી આવતાં કબજે કરી સદરડું ઈસમ વિરૂદ્ધ ધી પ્રોડીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનું નામ:

જોરાભાઈ સ/ઓ ગમનાભાઈ ઉર્ફ વિરભાણભાઈ રબારી રહે.ચાતરા તા.ભાભર ડાલ રહે.વજેગઢ તા.થરાદ

કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી

(૧) શ્રી એ.પી.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી વાવ-થરાદ.

(ર) હેડ.કોન્સ. દેવસીભાઈ લક્ષ્મણભાઈ એલ.સી.બી વાવ-થરાદ.

(૩) ડેડ.કોન્સ. શૈલેશકુમાર ગણપતભાઈ એલ.સી.બી વાવ-થરાદ.

(૪) હેડ.કોન્સ. વિષ્ણુજી સામતાજી એલ.સી.બી વાવ-થરાદ.

(૫) હેડ.કોન્સ. રવજીભાઈ ગંગારામભાઈ એલ.સી.બી વાવ-થરાદ.

(૬) પો.કોન્સ. નરભેરામ વખતરામ એલ.સી.બી વાવ-થરાદ.

(૭) પો.કોન્સ. વિનોદભાઈ માધાભાઈ એલ.સી.બી વાવ-થરાદ.

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો

મો 9974398583

રણછોડસિંહ એસ ચૌહાણ

વધુ વાંચો