વાવની મહેક ન્યુઝ નેટવર્ક
વાવ
વાવ-થરાદમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ : વિજેતા ઉમેદવારોનું લાગણીસભર સન્માન સમારોહ યોજાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જનસમર્થન મળતા સમગ્ર વાવ-થરાદ પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઐતિહાસિક જીતને લઈ આજ રોજ થરાદ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત ભાજપના અગ્રણી આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિજેતા સભ્યોનું શાલ ઓઢાડી અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું।

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં અદભૂત ઉત્સાહ અને જીતનો જુસ્સો જોવા મળ્યો હતો। “ભારત માતા કી જય” અને “ભાજપ ઝિંદાબાદ”ના નારાઓથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો। મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી।
આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે આ જીત સામાન્ય જનતાનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અને વિકાસના રાજકારણની જીત છે। આગામી સમયમાં પણ જનસેવા અને વિકાસના કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી હતી







