બનાસકાંઠામાં બાલારામ પેલેસ ખાતે રોટરી કલબ દ્વારા હાફ મેરેથોન નુ આયોજન કરવામાં આવ્યું

વાવની મહેંક ન્યૂઝ વેબ

વાવ તા 05/01/2025

આજરોજ  બનાસકાંઠામાં બાલારામ પેલેસ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત પાલનપુર હાફ મેરેથોન નું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું

તે સંદર્ભ ગુજરાત ના રાજસ્થાન ના મહારાષ્ટ્ર ના તથા દેશના અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ રમત પ્રેમીઓએ સ્વાસ્થ્ય વીરોએ અધિકારીઓ કર્મચારીઓ અને જનતાએ હોશભેર ભાગ લીધો હતો

ત્યારે આ ઠંડીની મોસમમાં પોતાના સ્વાસ્થ્યને જાળવવાની જે કવાયત લોકો કરતા હોય તેનું ઉત્તમ નિદર્શન કર્યું દરેક શ્રેણીમાં 3000 મીટરમાં 10000 મીટર માં અને 21000 મીટર દોડમાં  લોકોએ ભાગ લઈને પોતાના સ્વાસ્થ્ય અને દોડનું કોવત બતાવ્યું તેમાં 89 વર્ષથી લઈને 65 , 70 વર્ષના માણસોએ પોતાનું દોઢની ક્ષમતા નું પ્રદર્શન કરાવ્યું. હતુ

જેમાં રોટરી ક્લબ ના જબરદસ્ત આયોજન ના કારણે બહુ સફળ દોડવીરો લોકો સામે પ્રદર્શિત થયા લોકોને પ્રોત્સાહન મળ્યું છે આમાં બનાસકાંઠા પોલીસને પણ સહભાગી થવાનું અને જિલ્લાની સેવા આપવાનો મોકો મળ્યો તેમાં જિલ્લાના એસપી શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબ ડીવાયએસપી શ્રી પરમાર સાહેબ શ્રી જોશી સાહેબ તથા k9 ડોગ સ્કોડ ના શ્રી વિક્રમકુમાર શિવલાલ. રાવલ ,, શ્રી રહીમભાઈ લીંબડીયા તથા એડીઆઇ શ્રી જાગૃતીબેન શ્રી ભાટી સાહેબ શ્રી મૂળજીભાઈ ચૌધરી આમ તમામ સહભાગી થઈને પોતાનો યોગ્ય સેવા ફાળો આપ્યો અને દોડમાં ભાગ લઈને મેરા થોન કંપ્લીટ કરી અને જબરદસ્ત સ્વાસ્થ્યનું પ્રદર્શન સૌએ કર્યું છે , સૌ લોકોને પ્રોત્સાહન મળે તેવું કામ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલ છે બાલારામ ખાતે જંગલમાં બહુ જ સરસ આયોજન કરવામાં આવેલ ગુજરાત સરકાર તથા ભારત સરકારના પ્રોજેક્ટને જે સફળતા મળી છે તેનું ત્યાં જબરદસ્ત સુંદર પ્રદર્શન મળ્યું બાલારામ પેલેસ ની સુંદરતા ઉડી ને આંખે વળગે તેવી હતી તેના બાજુમાં કર્મભૂમિ ફાર્મ હાઉસ તથા જયવીર ફાર્મ હાઉસ જેવી જોવાલાયક જગ્યાઓ પણ છે ઉજાણી જેવું સરકારી સાહસ પણ છે અને હવે સરકારનું નવું સાહસ બાલારામ સફારી જેનું આયોજન સરકાર કરી રહી છે , બાલારામ પેલેસ એક જગ પ્રસિદ્ધ જગ્યા છે , સૂર્યવંશમ જેવી સુપરહીટ ફિલ્મો. નું શૂટિંગ પણ થયેલ છે જીવનમાં એક વાર જોવા જેવી જગયા છે તમે વારંવાર જોવા જાઓ તેવી ઈચ્છા થશે શ્રી વિક્રમકુમાર શિવલાલ રાવલ અને શ્રી જોષી સાહેબને વતી તમામ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

રીપોર્ટ બાય બનાસકાંઠા પાલનપુર

વાવની મહેંક ન્યૂઝ વેબ સાઈટ સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

 

Also Read