બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી ના પગલે વહીવટી તંત્ર સજ્જ

વાવની મહેંક ન્યૂઝ વેબ વાવ

26/08/2024

આગામી 72 કલાક માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ગુજરાત ભરમાં સિસ્ટમ સક્રિય બની હોવાનું જાણવા મળ્યું છે તેના પગલે બનાસકાંઠા કલેકટર શ્રી પણ સાવચેતીના પગલાં લેવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં આગામી દિવસોમાં તા 25/8 થી 30/8 સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી બનાસકાંઠા જિલ્લાના તમામ અધિકારીઓ ને જરૂરી તકેદારી રાખવા તાલુકા જીલ્લા માં કોઈ જાનહાનિ માલ મિલકત કે અન્ય નુકસાન થાય તો તાત્કાલિક સ્થળ તપાસ કરી સરકારશ્રીના નિયમો અનુસાર કાયૅવાહી કરવા સુચના આપવામાં આવી છે

જેમાં ગુજરાત ભરમાં સિસ્ટમ સક્રિય બની હોવાથી

આગામી 72 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે અને રેડ એલર્ટ જાહેર કરાયુ છે કારણ કે મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. હાલ 15 કિમીની ઝડપે આ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જશે. સિસ્ટમ ગુજરાતના ડીસાથી 250 કિમી દુર છે જેથી ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ

ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ 15 કિમીની ઝડપે રાજસ્થાન તરફ વધી રહી છે અને આગામી થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જશે. જેથી આગામી 72 કલાક સુધી ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના રહે છે

રીપોર્ટ બાય વાવની મહેંક ન્યૂઝ વેબ

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

 

Also Read