વાવ તાલુકાની ઓમ પ્રાયમરી સ્કુલ વાવ ના બાળકોએ ભુજ નો વિનામુલ્યે પ્રવાસ કરાયો 

વાવની મહેંક ન્યૂઝ વેબ વાવ

વાવ તાલુકાની ઓમ પ્રાયમરી સ્કુલ ના બાળકોએ ભુજ નો વિનામુલ્યે પ્રવાસ કરાયો
બનાસકાંઠા જિલ્લાના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી વિનામુલ્યે સાયન્સ સીટીના પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમાં વાવ તાલુકામાંથી ઓમ પ્રાયમરી સ્કુલ વાવ શાળાની પસંદગી કરવામાં આવી હતી જેમાં તમામ ખર્ચ બસભાડું,એન્ટ્રી ફી,નાસ્તો વગેરે ગુજકોસ્ટ દ્વારા આપવામાં આવ્યુ અને બાળકોને સાયન્સ સીટીમાં લાઈફ સાયન્સ પાર્ક,મ્યુઝિયમ,મંગળ ગ્રહ એમ્પિથિયેટર ફિલ્મ નિહાળી હતી.ત્યારબાદ ભુજના વિવિધ જોવાલાયક સ્થળોની પણ બાળકોને મુલાકાત કરાવવામાં આવી.આ પ્રવાસ દરમિયાન એસ.ટી.બસના કર્મચારી વિક્રમભાઈ રાજપુત અને દિનેશભાઈ આસલ બસમાં ખુબ જ સારી સેવા પુરી પાડી હતી અને રાજેશભાઈ દવે માડકાવાળા તરફથી બધા જ બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી અંકિતભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ આ પ્રવાસનું આયોજન થયું હતું.
સમગ્ર વાવ તાલુકામાંથી ઓમ પ્રાયમરી સ્કુલની પસંદગી કરવા બદલ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને ગુજકોસ્ટનો શાળા પરિવાર દ્વારા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટ વિષ્ણુ સોની વાવ

Also Read