વાવ તાલુકાના બુકણા ગામે ચામુંડા માતાજીનો પાટોત્સવ ઉજવાયો 

વાવની મહેંક ન્યૂઝ વેબ

વાવ તાલુકાના બુકણા ગામે ચામુંડા માતાજીનો પાટોત્સવ ઉજવાયો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે શ્રી ચામુંડા માતાજી કુ‌ળદેવી નો વાર્ષિક પાટોત્સવ કુણીયા (પટેલ)પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો, ફાગણ સુદ પાંચમ 14-03-2024 ગુરુવાર ના રોજ સવારે માતાજીના સાનિધ્યમાં હવન રાખવામાં આવ્યો હતો જેમાં માતાજીના હવનના ઉપાચાર્ય શ્રી સુભાષ ઓઝા અને ભરતરામ ઓઝા હતા. આ કાર્યમાં બુકણા ના કુણીયા પટેલ પરિવાર દ્વારા માતાજીનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી પૂજા આરાધના કરીને ઉત્સવની ઉજવણી કરી હતી બોળી સંખ્યામાં મહેમાનો અને ગામ લોકો અને કુવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ બુકણા ગામે શ્રી ચામુંડા માતાજીનો વાર્ષિક પાટોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરી હતી.

રિપોર્ટ:રમેશ ચૌધરી બનાસકાંઠા

 

Also Read